જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે એતિહાસિક મોગલ રોડ 5 જુલાઇથી ખુલ્લો મુકવાની જાહેરાત કરી
Live TV
-
જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ એતિહાસિક મોગલ રોડને 5 જુલાઇથી ખોલવાની જાહેરાત કરી છે. તે વૈકલ્પિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે રાજૌરી અને જમ્મુ વિભાગના પૂંચના સરહદી જિલ્લાઓને કાશ્મીર ખીણ સાથે જોડે છે. ગયા વર્ષે પીર પંજલ પર્વતમાળા પર ભારે બરફવર્ષા બાદ મોગલ રસ્તો બંધ કરાયો હતો. હજી કેટલાક ઉચ્ચ વિસ્તારોમાં બરફની ચાદર ફેલાયેલી છે.આ રોડના ઉદ્ઘાટન સાથે, પ્રવાસીઓ પીર માર્ગ, ડુંગી માર્ગ, પીર ની ગલી અને મોગલ રોડની આજુબાજુના અન્ય વિસ્તારોની કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકશે.
