જમ્મુ-કાશ્મીર : અનંતનાગમાં લશ્કર-એ-તોયબાના 2 આતંકીઓને સેનાએ કર્યા ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં શુક્રવારે લશ્કરે-એ-તોયબાના આતંકીઓને ઠાર કર્યા હતા. પોલીસે શુક્રવારે જાણકારી આપી હતી. દક્ષિણ કાશ્મીરમાં અનંગનાગ જિલ્લાના સિરહામાંમાં આતંકીઓની હાજરી હોવાની સૂચનાના આધારે ગુરૂવારની સાંજથી જ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેથી આતંકીઓ ભાગીને ન નીકળે.
એન્કાઉન્ટર સ્થળ પરથી શસ્ત્રો અને દારૂગોળો સહિતની આપત્તીજનક સામગ્રી મળી આવી હતી. કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બંને આતંકવાદીઓ લશ્કર કમાન્ડર છે. તેમણે કહ્યું, 'એક આતંકીની ઓળખ પાકિસ્તાનના અબુ રેહાન તરીકે થઈ છે, તે માર્ચ 2019 થી સક્રિય હતો. બીજા આતંકવાદીની ઓળખ આદિલ રાશિદ ભટ તરીકે થઈ હતી, તે લશ્કરનો કમાન્ડર પણ છે. "
આઈજીપીએ કહ્યું કે, “14 ઓગસ્ટના રોજ નૌગામમાં ખાતેના બે પોલીસકર્મીઓ પર થયેલા હુમલામાં ભટ સામેલ હતા.” તેમણે કહ્યું કે, ભટ ઇન્સાસ રાઈફલ લઈને ભાગી ગયો હતો, જે એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવી હતી.