જાણીતા પાર્શ્વ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું દેહાવસાન
Live TV
-
જાણીતા પાર્શ્વ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું નિધન થયુ છે. 74 વર્ષિય બાલા સુબ્રમણ્યમે ,ચેન્નઈના એક હોસ્પિટલ માં ,અંતિમ શ્વાસ લીધા હતા. 5 ઓગસ્ટે, બાલાસુબ્રમણ્યમને કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
બાલાસુબ્રમણ્યમે 16 ભાષામાં 40 હજારથી વધુ ગીતો ગાઈ ગીનિસ વલ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યુ, કે, ભારતીય સંગીત જગતે ,એક મધુર અવાજ ખોઈ દીધો છે.
ઉપરાષ્ટ્રપતિ ,એમ. વેંકૈયા નાયડુએ પણ, તેમના નિધન અંગે ,શોક વ્યક્ત કર્યો હતો. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દુઃખની આ ઘડીમાં તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા, દિવંગત ની આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.