જમ્મુ-કાશ્મીર સરકારના મંત્રીમંડળનો વિસ્તાર, નવા ચહેરાઓને સ્થાન અપાયું
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફ્તી સરકારનો આજે વિસ્તાર થયો છે. કવિન્દ્ર ગુપ્તા, રાજીવ જસરોટિયા, મોહમ્મદ અશરફ મીર, સુનીલ કુમાર શર્મા સહિતના નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે.
જમ્મુ-કાશ્મીર સરકારના મંત્રીમંડળનો આજે વિસ્તાર કરવામાં આવ્યો છે. કન્વેન્શન સેન્ટરમાં 12 વાગ્યે યોજાયેલી શપથવિધિમાં નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવરાવવામાં આવ્યા હતા. કવિન્દ્ર ગુપ્તા, રાજીવ જસરોટિયા, મોહમ્મદ અશરફ મીર તથા સુનીલ કુમાર શર્મા સહિતના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. અગાઉ ભાજપ નેતા નિર્મલ સિંહે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું.