જલ શક્તિ રાજ્ય મંત્રી રતનલાલ કટારિયાએ 27 મી જળ મંત્રણાને સંબોધિત કરી
Live TV
-
જલ શક્તિ રાજ્યમંત્રી રતન લાલ કટારીયાએ કહ્યું છે કે સરકારે લોકોને જળના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે સંવેદનશીલ બનાવવા અને દરેક ટીપાંને બચાવવા માટે જળ જાગૃતિ અભિયાનો શરૂ કર્યા છે. તેમણે કહ્યું કે, જલ શક્તિ મંત્રાલય જનતા સાથે જોડાવવા માટેની કોઈ જ કસર રાખશે નહીં.તેઓ જલ શક્તિ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય જળ મિશન દ્વારા આયોજીત 27 મી જળ મંત્રણાને સંબોધન કરતાં કહ્યું કે જળ સંબંધિત મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવા અને જળના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે લાભાર્થીઓને સંવેદના આપવા માટે મંત્રાલય દ્વારા સત્ર યોજાયું હતું. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ પાણીની અછત અને ભૂગર્ભ જળનું સ્તર ઘટતું હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
મહિલા જળ યોદ્ધાઓના અનુકૂળ યોગદાનને ટાંકીને કટારિયાએ 41 મહિલા યોદ્ધાઓને અભિનંદન આપ્યા. તેમણે આ મહિલા યોદ્ધાઓને જલ શક્તિ અભિયાનમાં ‘શક્તિ’ ગણાવી અને બધાને તેમની પાસેથી પ્રેરણા મેળવવા તાકીદ કરી.
