ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંઘનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલીન
Live TV
-
ફ્લાઈંગ શીખના નામે પ્રખ્યાત મિલ્ખા સિંઘના પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો. મિલ્ખા સિંહના આજે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. કોરોનાને કારણે તેમનું ગઈકાલે રાત્રે ચંદીગઢમાં નિધન થયું હતું. આજે યોજાયેલી મિલ્ખા સિંઘની અંતિમયાત્રામાં પંજાબના રાજ્યપાલ, મુખ્યમંત્રી કેપ્ટાન અમરિંદર સિંઘ ,કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુ તેમજ અનેક રમતગમતના ખેલાડીઓને અને દિગજ્જો ઉપસ્થિત રહ્યાં હતા. પંજાબ સરકાર દ્વારા તેમના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. મિલ્ખા સિંઘે ચાર વખત એશિયાઇ રમતોમાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો. મિલ્ખા સિંઘના નિધન અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાઈડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો.
પત્ની નિર્મલ કોરનું ટૂંક સમય પહેલા જ અવસાન થયું હતું તેમજ 1 મહિનાની કોવિડ અસર સાથે ગઈ રાત્રિએ મિલ્ખા સિંઘે પણ અંતિમ શ્વાસ લીધા. મિલ્ખા સિંઘના જવાથી રમત-જગતને એક ઉમદા ખેલાડીની બહુ મોટી ખોટ પડી છે.
