જળસંચય અભિયાનની પ્રશંસા કરતા પીએમ મોદી અને અમિત શાહ
Live TV
-
ગુજરાતની સ્થાપના દિવસે રાજ્ય સરકારે શરૂ કરેલા જળસંચય અભિયાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વખાણ કર્યા છે.
ગુજરાતની સ્થાપના દિવસે રાજ્ય સરકારે શરૂ કરેલા જળસંચય અભિયાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વખાણ કર્યા છે...પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી ગુજરાત સરકાર અને અભિયાનમાં જોડાનારા અન્ય લોકોને અભિનંદન આપ્યા છે...પ્રધાનમંત્રીએ કહ્યું કે જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે જનભાગીદારીનું આ અભિયાન ગુજરાત સ્થાપના દિવસની સાચી ઉજવણી છે...તો ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ જળસંચય અભિયાન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા...મહત્વનું છે કે રાજ્ય સરકારે તળાવો, જળાશયો, નદીઓ સહિતના જળસ્ત્રોતમાં જળ સંગ્રહ ક્ષમતા વધે તથા તેની સાફ-સફાઈ માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે...જેનો પ્રારંભ ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરુચ જિલ્લાથી કરાવ્યો હતો...સતત 1 મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં સરકારની સાથે ધાર્મિક, સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાશે.