કાશ્મીર : શોપિયામાં પથ્થરબાજોએ સ્કૂલ બસ પર કર્યો હુમલો, 1 બાળક ઇજાગ્રસ્ત
Live TV
-
શોપિયામાં સ્કૂલ બસ પર અસામાજિક તત્વોનો પથ્થરમારો, સેનાના ઑપરેશન ઑલઆઉટમાં હિજ્બુલના આતંકી ઠાર થયા બાદ લોકોએ વિરોધ કરી પથ્થરબાજી કરી, જેમાં સ્કૂલ બાળકોને નિશાન બનાવ્યા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના ઑપરેશન ઑલઆઉટમાં હિજ્બુલના આતંકી સમીર ટાઇગરના મોત બાદ ઘટીમાં પરિસ્થિતિ વણસી છે. બંધ બાદ પ્રદર્શન કરી રહેલા કેટલાક અસામાજિક તત્વોએ શોપિયામાં પથ્થરબાજી કરી હતી. પથ્થરબાજોએ કનીપોરા વિસ્તારમાં પથ્થરબાજીની ઘટનાને અંજામ આપતા સ્કૂલ બસ પર પથ્થરબાજી કરી હતી. પથ્થરબાજીની ઘટનામાં ધોરણ 2માં અભ્યાસ કરતો રેહાન ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પથ્થરબાજોની આ ગેંગ દ્વારા થયેલા હુમલાની નિંદા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ઘટનાને વખોડી કાઢી છે.