ફેસબુક પર ડોનાલ્ડ ટ્રમ્પથી બેગણા પોપ્યુલર છે પીએમ નરેન્દ્ર મોદી
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ટ્વિટર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા હોય, પણ ફેસબુક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી તેઓ બેગણા પાછળ છે. કમ્યુનિકેશન કંપની બરસૉન-માર્ટસ્ટેલરના સર્વેના પરિણામ થયા જાહેર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ભલે ટ્વિટર પર અવ્વલ હોય, પણ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફૉર્મ ફેસબુક પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાજી મારી છે. કમ્યુનિકેશન કંપની બરસૉન-માર્ટસ્ટેલર દ્વારા થયેલા સર્વેનું બુધવારે પરિણામ આવ્યું છે, જેમાં ફેસબુક પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર નેતા બની ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 43.2 મિલિયન એટલે કે, 4.32 કરોડ ફોલોવર્સ છે. આ આંકડો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોવર્સ 23.1 મિલિયન એટલે કે, 2.31 કરોડ ફોલોઅર્સ છે.
એશિયામાં ટ્વીટરની તુલનામાં ફેસબુકનો ઉપયોગ વધારે થાય છે, જેને કારણે એશિયાના નેતાઓને ફેસબુક પર વધુ ફોલોઅર્સ હોય છે. ફેસબુક પર ફોલોઇંગમાં લગભગ 50 ટકાના વધારા બાદ 96 લાખના ફોલોઅર્સ સાથે કંબોડિયાના પ્રધાનમંત્રી હુન સેન આ સર્વેમાં પાંચમા સ્થાને છે.
1 જાન્યુઆરી 2017 થી 650 જેટલી વ્યક્તિઓ, સંગઠનો, રાષ્ટ્રોના મુખિયાઓ સહિત અન્ય ફેસબુક પેજનું અધ્યયન કરી રહી છે, જેમાં ફોલોઅર્સમાં પાછળ રહેવા છતાં ટ્રમ્પના ફેસબુક ઇન્ટરેક્શન સૌથી વધારે છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક