જેડે હત્યા કેસ મામલે છોટા રાજન સહિત 9 આરોપીઓને આજીવન કેદ
Live TV
-
ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ જ્યોતિર્મય ડે હત્યા કેસમાં મકોકા કોર્ટે છોટા રાજન સહિત સાત આરોપીઓને દોષિત જાહેર કરતા ઉમરકેદની સજા સંભળાવી છે. આશરે સાત વર્ષ જૂના આ કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (MCOCA)કોર્ટે આરોપી પત્રકાર જિજ્ઞા વોરા અને જોસેફ પોલ્સનને નિર્દોષ છોડ્યા છે.
આ કેસની શરૂઆતની તપાસ મુંબઈ પોલીસે કરી હતી, બાદમાં આ કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો. મામલાની તપાસ કર્યા બાદ સીબીઆઈએ મકોકા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. મકોકા સ્પેશ્યલ કોર્ટના જજ સમીર એસ અડકરે આ અંગે નિર્ણય સંભળાવ્યો હતો.