જાહેર સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા આપનાર અધિકારીઓનું PMના હસ્તે સન્માન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં જિલ્લા સ્તર પર સામાન્ય લોકો સાથે જોડાયેલી પ્રમુખ યોજનાઓ અને કાર્યક્રમોને પ્રશાસનિક સ્તર પર પ્રભાવી રીતે લાગુ કરવા માટે કેન્દ્ર અને રાજ્યના વિભિન્ન વિભાગોના અધિકારીઓને સન્માનિત કર્યા હતા.
નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં 12માં 'સિવિલ સર્વિસ ડે'નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભારંભ કરાવ્યો હતો. આ સમારંભમાં પીએમ મોદી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના જાહેર સેવા ક્ષેત્ર ઉત્કષ્ઠ પ્રદર્શન કરનાર અધિકારીઓનું સન્માન કર્યું હતું. આ સમારોહમાં પીએમ મોદીએ ન્યૂ પથ વે પુસ્કનું પણ વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા વહીવટી અધિકારીઓને જનકલ્યાણ સાથે જોડવા અને ઉત્કૃષ્ટ કાર્યો માટે સામાન્ય લોકોને સામે લાવવા પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો.