CJI દીપક મિશ્રા સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની સખત ટીકા : BJP
Live TV
-
કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ મહાઅભિયોગ પ્રસ્તાવનો ઉપયોગ રાજનિતીક હથિયારના રૂપમાં કરી રહી છે : અરૂણ જેટલી
ભારતીય જનતા પાર્ટીએ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રા સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની સખત ટીકા કરી છે. નાણામંત્રી અને ભાજપાના વરીષ્ઠ નેતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ મહાઅભિયોગ પ્રસ્તાવનો ઉપયોગ રાજનિતીક હથિયારના રૂપમાં કરી રહી છે. શ્રી જેટલીએ કહ્યું હતું કે, જસ્ટિસ લોયા મોત મામલે કોંગ્રેસનું જુઠાણું સાબિત થયા પછી પાર્ટી બદલાની કાર્યવાહીના રૂપમાં આ પ્રસ્તાવને લાવી રહી છે. કોંગ્રેસની આગેવાનીમાં સાત વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં સભાપતિ વેંકૈયા નાયડુને આ પ્રસ્તાવ આપ્યો છે. આ પ્રસ્તાવને લઈને વિપક્ષ પણ એક જુટ દેખાતો નથી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી ટીએમસી અને લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીએ આ પ્રસ્તાવથી હાલ પોતાને દૂર રાખ્યા છે. કોંગ્રેસ પાર્ટી પણ આ મામલે એકમત નથી. પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહનસિંઘ ઉપરાંત વરિષ્ઠનેતા સલમાન ખુરશીદ અને અન્ય કોંગ્રેસના નેતાઓએ પાર્ટીના આ પ્રસ્તાવથી પોતાની અલગ રાખ્યા છે.