માસૂમ બાળકી સાથે દુષ્કર્મ પર મોતની સજા : પૉક્સો અૅક્ટમાં સંસોધનની કેબિનેટની મંજૂરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ લંડન ખાતે યોજાયેલા દેશ કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ આ પ્રકારની ઘટનાઓને વખોડી કાઢી હતી અને તેમણે કહ્યું હતું કે, દીકરીઓ સાથે અત્યાચાર સાખી નહીં લેવાય
કેન્દ્રીય કેબિનેટ સગીર સાથે રેપના કેસમાં ફાંસીની સજાની જોગવાઈના પ્રસ્તાવને મંજૂરી આપી છે. શનિવારે કેબિનેટની બેઠકમાં 'પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ' એટલે કે પોક્સો એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. કબિનેટમાં આ સંશોધનને મંજૂરી આપવામાં આવી છે. સંશોધન પછી નવા કાયદા પ્રમાણે 12 વર્ષની ઉંમર સુધીના બાળકોના રેપના દોષિતોને મોતની સજા આપી શકાશે.
ઉલ્લેખનિય છે કે, જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉત્તરપ્રદેશના એટામાં બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાથી સમગ્ર દેશમાં આલોચનાઓ થઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાઓને લઇને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કરી દુષ્કર્મ આચરનાર શખ્સ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધુ છે.