ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ભારતના મહેમાન
Live TV
-
ટ્રમ્પ જૂનિયર કોલકાતા, મુંબઈ, પૂણે અને ગુરુગ્રામમાં ભારતીય રોકાણકારો તેમજ વેપારી મોવડીઓને પણ મળનાર છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ બિઝનેસ અને વિદેશ નીતિના એજન્ડા સાથે આજે મંગળવારની સવારે ભારત આવી પહોંચ્યા છે. જુનિયર ટ્રમ્પ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના વાઈસ ડાયરેકટર પણ છે. તેઓ પ્રથમવાર ભારત આવ્યા છે. એક અઠવાડિયાની ભારત મુલાકાતમાં તેઓ તેમના લકઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટના પ્રચાર ઉપરાંત વિદેશ નીતિ અંગે વ્યાખ્યાન પણ આપશે.ભારત મુલાકાત અંગે ટ્રમ્પ જૂનિયરે જણાવ્યું હતું કે ભારત એક સર્વશ્રેષ્ઠ દેશ છે અને વર્ષોથી અમારી બ્રાન્ડે અહીં સફળતા પ્રાપ્ત કરી છે. અગાઉ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા પણ ભારતની મુલાકાતે આવ્યા હતાં અને હૈદરાબાદમાં ગ્લોબલ એન્ટ્રોપ્રેન્યોરશિપ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતાં.