તુર્કીમાં આવેલા વિનાશકારી ભૂકંપને લઈને પ્રધાનમંત્રી કાર્યલય ખાતે મળી બેઠક, NDRFના 100 જવાનોની 2 ટીમ મોકલાશે તુર્કી
Live TV
-
આજે વહેલી સવારે ભારતીય સમયઅનુસાર 4.17 કલાકે તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં અત્યા સુધીમાં 1300થી વધુ લોકોના મૃત્યુ થયાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. મહત્વવનું છે કે 20થી વધુ બિલ્ડીંગ ધરાસાઈ થઈ છે. ત્યારે અઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આજે પ્રધાનમંત્રી કાર્યલય ખાતે એક બેઠક મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે તુર્કીમાં રાહત સામગ્રી તરીકે દવાઓ, મેડીકલ સાધનો સહિત તબીબોની ટીમ, ખાસ તાલીમ પામેલા ડોગ સ્કવોડ અને NDRFના 100 જવાનોની 2 ટીમ મોકલવામાં આવશે.
તુર્કીની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે. વર્ષ 1999માં અહીં આવેલા ભૂકંપમાં અંદાજીત 18000 લોકોના મોત થયા હતા. જ્યારે ઓક્ટોબર 2011માં આવેલા ભૂકંપમાં 600થી વધુ લોકોના મોત થયા હતા.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
- 0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
- 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
- 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
- 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
- 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
- 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
- 7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
- 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
- 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.વિશ્વમાં છેલ્લા 10 વર્ષમાં વિનાશકારી આવેલા ભૂકંપોની વાત કરીએ તો નીચે પ્રમાણે યાદી છે.
૧ર મે ૨૦૦૮, ચિન ૭.૮
૧૩ જાન્યુઆરી ૨૦૧૦, હેતી – ૭.૦
ર૭ ફેબ્રુઆરી ૨૦૧૦, ચિલી ૮.૮
રર ફેબ્રુઆરી ૨૦૧૧, ન્યુઝીલેન્ડ ૬.૩
૧૧ માર્ચ ૨૦૧૧, જાપાન ૯.૦૦
ર૩ ઓકટો. ૨૦૧૧, તુર્કી ૭.૨
૧૧ ઓગસ્ટ ૨૦૧૨, ઇરાન ૬.૪
ર૪ સપ્ટેમ્બર ૨૦૧૩, પાકિસ્તાન ૭.૭
૩ ઓગસ્ટ ૨૦૧૪, ચીન ૬.૩
રપ એપ્રિલ ૨૦૧૫, નેપાળ ૭.૮
૨૬ ઓકટો. ૨૦૧૫, અફધાનિસ્તાન ૭.૮
૧૬ એપ્રિલ ૨૦૧૬, ઇકવાડોર ૬.૨
ર૪ ઓગસ્ટ ૨૦૧૬, ઇટાલી ૬.૨
૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭, મેકસીકો ૭.૧