સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે પાંચેય નવા ન્યાયમૂર્તિઓને લેવડાવ્યા શપથ
Live TV
-
સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયમૂર્તિએ આજે હોદ્દાના શપથ લીધા હતા. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે પાંચેય નવા ન્યાયમૂર્તિઓને શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ સંજય કરોલ, જસ્ટિસ પી.વી.સંજયકુમાર, જસ્ટિસ અહસાનુ્દ્દીન અમાનુલ્લાહ તેમ જ જસ્ટિસ મનોજ મિશ્રાએ હોદ્દાના શપથ લીધા હતા.
છેલ્લા કેટલાય સમયની ગડમથલ બાદ આખરે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં પાંચ નવા જજોની નિમણૂંક કરી હતી. મહત્વનું છે કે સુપ્રિમ કોર્ટે સરકારને પાંચ જજોના નામ સુચવ્યા હતા. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં નવા પાંચ જજોની નિમણૂંક કરી છે તેમાં વાત કરીએ તો મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પીવી સંજય કુમાર, રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિત્તલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, પટના હાઈકોર્ટના જજ અમાનુલ્લાહ અને અલ્હાબાદ હાઈકોર્ટના જજ મનોજ મિશ્રાના નામનો સમાવેશ થાય છે. આ તમામ પાંચ જજોને આજે CJI ડી.વાય. ચંદ્રચુડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં નવ નિયુક્ત પાંચ નવા જજોને શપથ લેવડાવ્યા હતા.