Skip to main content
Settings Settings for Dark

તેલંગાણા અને કર્ણાટકમાં કોરોના સંક્રમણ ઘટતા અનલોક પ્રક્રિયા શરુ

Live TV

X
  • તેલંગાણામાં ગઇકાલથી કોરોનાનાં પ્રતિબંધોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં, પ્રતિબંધોને સંપૂર્ણપણે હટાવી દેવા તેમજ પહેલી જુલાઈથી શૈક્ષણિક સંસ્થાઓને ઓફલાઈન ક્લાસ માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. બીજી બાજુ કર્ણાટકનાં 16 જિલ્લાઓમાં સોમવારથી લોકડાઉનના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સંક્રમણ દર 5 ટકા કરતા ઓછો હશે  તે જિલ્લાઓમાં આ છૂટછાટ મળશે. અન્ય જિલ્લાઓમાં લોકડાઉનના પ્રતિબંધો યથાવત રહેશે. આ જિલ્લાઓમાં સંક્રમણનું દર 5 ટકા કરતા વધુ છે. છૂટછાટ મળેલા 16 જિલ્લાઓમાં બસ તેમજ મેટ્રો રેલ 50 ટકા ક્ષમતા સાથે દોડશે. જોકે સિનેમા હોલ, સ્વિમિંગ, મંદિરો તેમજ શોપિંગ મોલ બંધ રહેશે. દરમિયાન ગોવામાં કર્ફ્યુને 28મી જૂન સુધી લંબાવવામાં આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply