Skip to main content
Settings Settings for Dark

આજથી દેશમાં કોરોના રસીકરણ અભિયાનનો નવો તબક્કો શરૂ થશે

Live TV

X
  • આજથી તમામ સરકારી કેન્દ્રોમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વિના મૂલ્યે રસી આપવામાં આવશે

    દેશમાં કોરોના રસીકરણ અભિયાનનો નવો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. આ અંતર્ગત, કેન્દ્ર સરકાર કોવિડ રસી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વિના મૂલ્યે આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકાર કુલ રસી ઉત્પાદનમાં 75 ટકા ભાગ ખરીદશે અને તેમને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિના મૂલ્યે પ્રદાન કરશે. કોઈપણ રાજ્ય સરકારે રસી માટે કોઇ ખર્ચ કરવો પડશે નહીં.રાષ્ટ્રને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલો દ્વારા રસી ડોઝની 25 ટકા ખરીદી ચાલુ રાખવામાં આવશે. રાજ્ય સરકારો નજર રાખશે કે, ખાનગી હોસ્પિટલો રસીના નિયત ભાવ ઉપરાંત સર્વિસ ચાર્જ તરીકે ફક્ત 150 રૂપિયા લે છે.

    આ પગલું દેશમાં કોરોના રસીકરણ અભિયાનને મજબૂત બનાવવા અને તેને આગળ વધારવા માટે લેવામાં આવ્યું છે. એક પ્રાથમિક અંદાજ મુજબ નવી નીતિ હેઠળ કેન્દ્ર સરકાર પર ચાલુ નાણાકીય વર્ષમાં રસીકરણ કાર્યક્રમ માટે 15,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. કેન્દ્ર સરકારે આ માટે 35,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી છે.કેન્દ્ર સરકાર પણ રસીની ખરીદી પર 5% ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ ચૂકવશે. હજી સુધી કરોડો લોકોને નિશુલ્ક રસી આપવામાં આવી છે. આજથી તમામ સરકારી કેન્દ્રોમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પુખ્ત વયના લોકોને વિના મૂલ્યે રસી આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply