રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દિલ્હીની R.M.L હોસ્પીટલમાં ડો. હર્ષવર્ધન સાથે રસીકરણનો કાર્યક્રમ નિહાળવા પહોચ્યા હતાં
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દિલ્હીની આર.એમ.એલ હોસ્પીટલમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન સાથે રસીકરણ ડ્રાઈવનો કાર્યક્રમ નિહાળવા પહોચ્યા હતાં. તેમણે આર.એમ.એલ હોસ્પીટલમાં ભાજપ ડેસ્ક ઉપર રસીકરણની કામગીરી નિહાળી હતી. તેમણે આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની લોકોને શુભેચ્છા પાઠવતા યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજથી દેશમાં વિશ્વનું સૌથી મોટુ અને ઝ઼ડપી રસીકરણ અભિયાન શરૂ થઇ રહ્યું છે. જે.પી. નડ્ડાએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ મહિનાના ટુકાગાળામાં દેશને કોરોનાની બે રસી નાગરિકો માટે ઉપલબ્ધ કરાવી છે. આજે ભારત રસી બનાવનાર તેમજ રસી આપનાર અને દુનિયાને પુરો પાડનાર દેશ બન્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષ રસીની કામગીરીમાં અવરોધ પેદા કરી રહ્યો છે.
