ત્રિપુરામાં નવી સરકાર 9 માર્ચે લેશે શપથ
Live TV
-
ત્રિપુરામાં બિપ્લવ દેબના નેતૃત્વવાળી નવી સરકાર, 9 માર્ચે શપથ લેશે. જિષ્નુદેવ બર્મન ,ઉપમુખ્યમંત્રી બનશે. ભારતીય જનતા પાર્ટી અને ,સાથી દળો IPFTના ,નવા ચૂંટાયેલા સભ્યોએ ,બિપ્લવ દેબને વિધાયક દળના નેતા ,તરીકે ચૂંટી કાઢ્યા છે. બાદમાં વિધાયકદળની બેઠક બાદ ,સર્વ સંમતિથી ,તેમને વિધાનસભા દળના નેતા ,ચૂંટવામાં આવ્યા હતા. ભાજપા અને IPFTના ગઠબંધનવાળી સરકારનો શપથગ્રહણ યોજાશે. નાગાલેન્ડમાં ભાજપ અને NBPP ગઠબંધન સરકારનો ,આઠમી માર્ચે શપથગ્રહણ સમારંભ યોજાશે. નાગાલેન્ડના રાજ્યપાલ પી.બી.આચાર્યે, નેફ્યૂ રિયોને ,રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ, કોનરેડ સંગમાએ ,મુખ્યમંત્રી તરીકે ,ગઈકાલે શપથ લીધા હતા. રાજ્યપાલ ગંગા પ્રસાદે તેમને ,પાટનગર શિલોંગમાં શપથ લેવડાવ્યા હતા. .