દિલ્હી: AIIMSમાં આજથી 6 થી 12 વર્ષના બાળકો પર કોરોના વેક્સિન ટ્રાયલ માટે સ્ક્રીનિંગ શરૂ થશે
Live TV
-
દિલ્હી AIIMSમાં આજથી 6 થી 12 વર્ષના બાળકો પર કોરોના વેક્સિન ટ્રાયલ માટે સ્ક્રીનિંગ શરૂ થશે. આ સ્ક્રીનિંગ બે દિવસ સુધી ચાલશે.
ભારતમાં હાલ બે કંપનીઓ બાળકો માટે વેક્સિનના ટ્રાયલ કરી રહી છે જેમાં ભારત બાયોટેક અને ઝાડયસની કોરોના રસી બાળકો પર ટ્રાયલ ચાલી રહ્યો છે. આ ટ્રાયલના ભાગરુપે દિલ્હી AIIMSમાં બાળકોનું સ્ક્રિનિંગ થઈ રહ્યુ છે.
આ સ્ક્રિનિંગ કર્યા બાદ બાળકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. આ સાથે આગામી સપ્તાહથી 2 થી 6 વર્ષના બાળકોનું પણ સ્ક્રીનિંગ થવા જઈ રહ્યુ છે જેમાં 2 થી 6 વર્ષના બાળકો પર કોરોના વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવશે. જે બાળકોને આ ટ્રાયલમાં ભાગ લેવો છે તેમના માટે મોબાઈલ નંબર અને જીમેલ આઈડી જાહેર કરાયું છે. જે મુજબ 74288 47499 પર વોટ્સઅપ કરીને અથવા CTAIIMS[dot]COVID19[at]GMAIL[dot]COM પર ઇ-મેલ કરીને ટ્રાયલમાં ભાગ લેવાની જાણકારી આપી શકાશે.
