ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 60,471 કોરોના કેસ નોંધાયા, 1.17 લાખ દર્દીઓ ડિસ્ચાર્જ થયા
Live TV
-
ભારતમાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે. હવે કુલ 9,13,378 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.
આરોગ્ય મંત્રાલયે છેલ્લા 24 કલાકના કોરોના કેસો અંગેના જાહેર કરેલ આંકડા પ્રમાણે નવા 60,471 કેસ નોંધાયા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2726 દર્દીઓનાં કોરોનાથી મોત થયા અને 1,17,525 દર્દીઓ કોરોનાને હરાવીને ઘરે ગયા છે. હવે કુલ 9,13,378 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.
હાલ કોરોનાનો રિકવરી રેટ 95.64 ટકા પર પહોંચ્યો છે અને એ સાથે કુલ 2.82 કરોડથી વધુ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ દેશનો અઠવાડિયાનો કોરોના પોઝિટિવિટી રેટ ઘટીને 4.39 ટકા થયો છે અને પ્રતિદિવસનો કોરોના પોઝિટિવિટી રેટ 3.45 ટકા થયો છે.
આ સાથે દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યુ છે. અત્યાર સુધી કુલ 25.90 કરોડ કોરોના વેક્સિનના ડોઝ લોકોને અપાઈ ચુક્યા છે.
