દેશના તમામ ગામડા વીજળીથી રોશન, પીએમ મોદીએ કહ્યું 'ઐતિહાસિક દિવસ'
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ ગામડાઓમાં વીજળી પહોંચાડવાનું લક્ષ્ય પૂર્ણ કરી લીધું છે. મણિપુર જિલ્લાનું લાઇસંગ ગામે વીજળી પહોંચી ગઈ છે, જે વીજળીથી વંચિત હતું. પીએમ મોદીએ ટ્વીટ કરતા ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, ભારત વિકાસ યાત્રામાં 28 એપ્રિલ 2018ને ઐતિહાસિક દિવસ તરીકે યાદ કરશે. આ સાથે જ પીએમ મોદીએ એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો જેમણે ગામડામાં વીજળી પહોંચાડવા ભારે જહેમત ઉઠાવી હતી. પીએમ મોદીએ તમામ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, ખાસ કરીને વીજળી પહોંચાડનાર કામદારોનો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે દેશના તમામ ગામડાઓમાં નક્કી કરેલી સમય સીમાની અંદર જ વીજળી પહોંડવાનું લક્ષ્ય પૂર્ણ કરી દીધું છે. છેલ્લે છેલ્લે મણિપુરનું સેનાપતિ જિલ્લાનું લાઈસંગ એક એવું ગામ હતું જ્યાં વીજળી નહોતી, જો કે શનિવારે લીસાંગમાં પણ નેશનલ પાવર ગ્રિડ થકી જોડી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2015 ના રોજ સ્વાતંત્ર દિવસના સંબોધનમાં કહ્યું હતું કે, 1000 દિવસની અંદર-અંદર દેશના તમામ ગામડા કે જે વીજળીથી વંચિત છે, તે તમામ ગામડાઓમાં વીજળી પહોંચાડીશું.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક