Skip to main content
Settings Settings for Dark

દેશનું કોવિડ -19 રસીકરણ કવરેજ 36 કરોડને પાર

Live TV

X
  • મહત્ત્વપૂર્ણ સિદ્ધિમાં ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 36 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજ દિન સુધીમાં કુલ 47,07,778 સત્રોનું આયોજન કરીને રસીના 36,13,23,548 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 36,05,998 ડોઝ આપવામાં આવ્યા છે.

    21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 43,733 નવા કેસ નોંધાયા છે. દસ દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે. સક્રિય કેસના ભારણમાં પણ ભારતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,59,920 છે. છેલ્લા 24 કલાકમાં 4,437 નો ચોખ્ખો ઘટાડો જોવા મળ્યો છે અને સક્રિય કેસ હવે દેશનાં કુલ પોઝિટીવ કેસના માત્ર 1.50% છે. કોવિડ-19થી વધુ લોકો સ્વસ્થ થઇ રહ્યા હોવાથી ભારતમાં દૈનિક સાજા થવાની સંખ્યામાં પણ સતત 55 માં દિવસે વધારો યથાવત છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 47,240 દર્દીઓ સાજા થયા છે. દૈનિક નવા કેસની તુલનામાં છેલ્લા 24 કલાક દરમિયાન 3,000થી વધુ (3,507) સાજા થયેલા લોકોની સંખ્યા નોંધાઈ હતી.

    મહામારીની શરૂઆતથી આજ દિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 2,97,99,534 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 47,240 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.18% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,07,216 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજ દિન સુધીમાં કુલ મળીને 42.33 કરોડથી વધારે (42,33,32,097) પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.39% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.29% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 16 દિવસથી 3%થી ઓછો છે અને મહિનાથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply