દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,071 કેસ નોંધાયા
Live TV
-
દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 97.06 ટકાએ પહોંચ્યો છે
દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને રિક્વરી રેટ પણ વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43 હજાર 71 નવા કેસ નોંધાયા છે. જ્યારે 52 હજાર 299 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 97.06 ટકાએ પહોંચ્યો છે. દેશમાં હાલ 4 લાખ 85 હજાર 350 સક્રિય કેસ છે. જ્યારે 4 લાખ 2 હજાર 5 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. બીજી તરફ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. દેશમાં કુલ 35 કરોડ 12 લાખથી વધુ વેક્સિનના ડોઝ અપાયા છે.
24 કલાકમાં 18 લાખ 38 હજાર 390 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા
છેલ્લાં 24 કલાકમાં 18 લાખ 38 હજાર 390 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા હતાં. આમ અત્યાર સુધીમાં 41 કરોડ 82 લાખ 54 હજાર 953 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે. બીજી તરફ સગર્ભા સ્ત્રીઓને પણ કોવિડ-19ના વેક્સિનેશન માટે મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે NTAGIની ભલામણને માન્ય રાખી છે. આ અંગેની માર્ગદર્શિકાઓ ટૂંક સમયમાં રાજ્ય સરકારને સોંપવામાં આવશે. સગર્ભા સ્ત્રીઓ કો- વિન પર અથવા નજીકના કોવિડ વેક્સિનેશન સેન્ટર પર હવે વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
