Skip to main content
Settings Settings for Dark

ભારત બાયોટેકે કો-વેક્સિનના અંતિમ ચરણનું ટ્રાયલ પુરૂ કરી પરિણામો જાહેર કર્યા

Live TV

X
  • કોરોનાના ગંભીર દર્દીઓ અને ડેલ્ટા વેરીઅન્ટના દર્દીઓ ઉપર અસરદાર નિવડી કો-વેક્સિન

    ભારત બાયોટેકે કો-વેક્સિનના ત્રીજા અને અંતિમ ચરણનું ટ્રાયલ પુરૂ કર્યું છે. અને તેના પરિણામો પણ જાહેર કર્યા છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કહ્યું કે, તેમણે કો-વેક્સિન માટે ફાયનલ ફેઝ-3 ના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. તેની કો-વેક્સિન કોરોનાના ગંભીર દર્દીઓ અને ડેલ્ટા વેરીઅન્ટના દર્દીઓ ઉપર અસરદાર નિવડી છે.

    કો-વેક્સિન કોરોના સામે 77.8 ટકા પ્રભાવી
    ભારત બાયોટેક દ્વારા જાહેર કરાયેલ ટ્રાયલ ડેટા અનુસાર ફાયનલ તબક્કામાં કો-વેક્સિન કોરોના સામે 77.8 ટકા પ્રભાવી જાણવા મળી છે. ભારત બાયોટેકે કહ્યું છે કે કો-વેક્સિન કોરોનાના ગંભીર કેસમાં 93.4 ટકા પ્રભાવી રહી છે. જ્યારે ખતરનાક ડેલ્ટા વેરીયન્ટ સામે આ રસી 65.2 ટકા અસરદાર સાબિત થઇ છે. કંપનીએ કહ્યું છે કે સિમ્ટોમેટીક કોરોના દર્દીઓ સામે કો-વેક્સિન 63.6 ટકા અસરકારક છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply