Skip to main content
Settings Settings for Dark

દેશમાં પ્રથમવાર રેલવે દ્વારા વલસાડ ખાતે માત્ર 20 દિવસમાં બનશે રેલવે ઓવરબ્રિજ 

Live TV

X
  • ભારત દેશમાં પ્રથમવાર રેલવે દ્વારા વલસાડ ખાતે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી 20 દિવસમાં રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 5 મહિનાનું આ કામ રેલવેની કન્સ્ટ્રકશન એજન્સી ઇસ્કોન દ્વારા ગણતરીના દિવસમાં જ પૂર્ણ કરી દેવાશે. પ્રતિ દિન 20 હજાર જેટલા વાહનોની અવરજવર સાથે 24 કલાક ટ્રાફિકથી ધમધમતા જિલ્લા મથકના આ રેલવે બ્રિજને ઝડપથી તૈયાર કરવા રેલવેની પ્રોજેક્ટ ટીમ રાત દિવસ કામે લાગી છે. 75 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. 22 જૂન સુધીમાં આ બ્રિજ તૈયાર કરવા રેલવેનો લક્ષ્યાંક છે. માત્ર 20 દિવસ માટે બંધ કરાયેલા આ બ્રિજનું કામ આટલી જ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો પડકાર રેલવે ડીએફસીસી અને કન્સટ્રકશન એજન્સી ઇસ્કોન સામે હતો.

    પરંપરાગત બાંધકામથી જો કામ કરવામાં આવે તો 5 મહિના લાગી શકે તેમ હતું પરંતુ પ્રોજેકટ ટીમે નવો ઉકેલ શોધી 20 દિવસમાં જ આ કામ પૂર્ણ કરવા નવી પધ્ધતિનો ઉપયોગ કર્યો છે. જેમાં સ્કેવર આકારની પ્રિકાસ્ટ ક્રોંક્રિટ હેવી ફ્રેઇમ તૈયાર કરી છે. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રિકાસ્ટ કોંક્રિટ હેવી સ્ટીલ ફ્રેઇમ માત્ર 10 દિવસમાં જ ફીટ કરી 20 દિવસમાં જ બ્રિજ તૈયાર કરવાના ધ્યેય સાથે ભારતમાં પ્રથમ વાર વલસાડ રેલવે બ્રિજના બાંધકામમાં નવા અધ્યાયનું નિર્માણ કરાઇ રહ્યું છે.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply