નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ મામલે મંત્રીસમૂહની 29મી બેઠક યોજાઈ
Live TV
-
નવી દિલ્હીમાં દેશમાં કોરોનાની સ્થિતિ અંગેની સમિક્ષા કરવા માટે મંત્રીસમૂહની 29મી બેઠક યોજાઈ હતી
નવી દિલ્હીમાં દેશમાં કોરોનાની સ્થિતિ અંગેની સમિક્ષા કરવા માટે મંત્રીસમૂહની 29મી બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, અશ્વિની ચૌબે અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકની શરૂઆતમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાની સંભવિત લહેર અંગે અને કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંગે સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના જે 12 રાજ્યોમાં આ નવો વેરિયન્ટ મળી આવ્યો છે ત્યાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોના દરમિયાન મ્યુકોર માઇકોસિસના કેસ પણ જોવા મળ્યા છે. અત્યાર સુધી દેશમાં મ્યુકર માઇકોસિસના કુલ 40 હજાર કેસ નોંધાઈ ચુક્યા છે.
