ભારતના કો-વિન પોર્ટલના વપરાશકર્તાની સંખ્યા 30 કરોડને પારઃ અન્ય દેશોને મદદ માટે આ સોફ્ટવેર સિસ્ટમ અપાશે
Live TV
-
કોરોના વેક્સિનેશનની નોંધણી માટે ભારત સરકાર દ્વારા કોવિન પોર્ટલ (CoWin) લોન્ચ કરાયુ હતું.
કોરોના વેક્સિનેશનની નોંધણી માટે ભારત સરકાર દ્વારા કોવિન પોર્ટલ (CoWin) લોન્ચ કરાયુ હતું. કો-વિન પોર્ટલથી જ કોરોના રસી લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે. હાલ કો-વિન પોર્ટલ પર કોરોના રસી લેનાર દરેક વ્યક્તિ અંગેની માહિતી ઉપલબ્ધ છે.
દેશનું કો-વિન પોર્ટલે આ સિદ્ધી ફક્ત 5 મહિનામાં પ્રાપ્ત કરી છે. અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ લોકોએ આ પોર્ટલનો ઉપયોગ કર્યો છે અને 10 કરોડથી વધુ લોકોએ આ પ્લેટફોર્મને પસંદ કર્યુ છે.
કેનેડા, મેક્સિકો, નાઈજેરીયા, પનામા, પેરુ, યુગાન્ડા સહિત વિવિધ 50 દેશોએ પોતાના રસીકરણ અભિયાન માટે કો-વિન જેવા પ્લેટફોર્મમાં રસ દાખવ્યો છે. ભારત આ ઓપન સોર્સ સોફ્ટવેર મફતમાં આપવા માટે પણ તૈયાર છે. કો-વિન પ્લેટફોર્મના અધ્યક્ષ ડૉ. આર.એસ. શર્માએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સોફ્ટવેરમા રસ દાખવતા દેશોને માનવતાના આધાર પર મફ્તમા આ સોફ્ટવેર સિસ્ટમ આપવાનો નિર્દેશ કર્યો છે. તેમણે કહ્યુ કે, આજે કો-વિન પ્લેટફોર્મ મધ્ય એશિયા, લેટીન અમેરીકા અને આફ્રીકામાં પણ લોકપ્રિય બન્યુ છે.
