Skip to main content
Settings Settings for Dark

પહેલગામ આતંકવાદી હુમલા પર એસ.જયશંકરે કરી રશિયન વિદેશ મંત્રી સાથે કરી ચર્ચા

Live TV

X
  • જયશંકરે ટ્વિટર પર માહિતી આપતાં જયશંકરે લખ્યું, "ગઈકાલે પહેલગામ આતંકવાદી હુમલા અંગે રશિયન વિદેશ મંત્રી લવરોવ સાથે ચર્ચા થઈ હતી. તેના ગુનેગારો, સમર્થકો અને યોજનાકારોને ન્યાયના કઠેડામાં લાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે પરસ્પર દ્વિપક્ષીય સહયોગ વિશે પણ વાત કરી."

    વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ સાથે ફોન પર વાત કરી. આ વાતચીત જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી થઈ હતી, જેમાં ઘણા નિર્દોષ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. જયશંકરે લાવરોવને કહ્યું કે, આ હુમલાના ગુનેગારો, તેમના સહાયકો અને યોજનાકારોને સજા મળવી જ જોઈએ. બંને નેતાઓએ ભારત-રશિયા વચ્ચે ચાલી રહેલા સહયોગ અને ભવિષ્યની બેઠકો પર પણ ચર્ચા કરી.

    જયશંકરે ટ્વિટર પર માહિતી આપતાં જયશંકરે લખ્યું, "ગઈકાલે પહેલગામ આતંકવાદી હુમલા અંગે રશિયન વિદેશ મંત્રી લવરોવ સાથે ચર્ચા થઈ હતી. તેના ગુનેગારો, સમર્થકો અને યોજનાકારોને ન્યાયના કઠેડામાં લાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે પરસ્પર દ્વિપક્ષીય સહયોગ વિશે પણ વાત કરી."

    ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલો 2019ના પુલવામા હુમલા પછી કાશ્મીરમાં સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. આ હુમલાની જવાબદારી શરૂઆતમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) દ્વારા લેવામાં આવી હતી, પરંતુ બાદમાં તેઓએ તેનો ઇનકાર કર્યો હતો.

    આ હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધાં. અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી, પાકિસ્તાનીઓ માટે સાર્ક વિઝા મુક્તિ યોજના બંધ કરી દેવામાં આવી, અને પાકિસ્તાની નાગરિકોને 40 કલાકની અંદર દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું. ભારત અને પાકિસ્તાનના ઉચ્ચાયોગમાં સ્ટાફની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો. ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટ્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું.

    જવાબમાં પાકિસ્તાને ભારત સાથેના તમામ વ્યાપારિક સંબંધો બંધ કરી દીધા. આમાં પાકિસ્તાન થઈને ભારત સાથે જોડાયેલા દેશો સાથેના વેપારનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ભારતીય ફ્લાઇટ્સને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 29 એપ્રિલે એક મહત્વપૂર્ણ સુરક્ષા બેઠક યોજી હતી. તેમણે સેનાને હુમલાનો જવાબ કેવી રીતે અને ક્યારે આપવો તે નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. એ સ્પષ્ટ છે કે સરકાર આ હુમલા પ્રત્યે ખૂબ જ ગંભીર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply