પીએમ મોદીએ ડીડી ન્યૂઝના 'ગુડ ન્યૂઝ ઇન્ડિયા'ની કરી પ્રસંશા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં ડીડી ન્યૂઝના ખાસ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ઇન્ડિયાનો ઉલ્લેખ કર્યો અને પ્રસંશા પણ કરી હતી. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ થકી દેશમાં સારા કામ કરતા લોકોની જાણકારી મળે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુડ ન્યૂઝ ઇન્ડિયા વધુ ને વધુ લોકો જુએ તે માટે અપીલ કરી છે. તેમણે ગુડ ન્યૂઝ ઇન્ડિયા કાર્યક્રમને વખાણતા કહ્યું કે, આ કાર્યક્રમમાં સારા વ્યક્તિઓની કાર્યને બતાવવામાં આવે છે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, ગુડ ન્યૂઝ ઇન્ડિયા કાર્યક્રમ વધુને વધુ લોકો જુએ જેથી તેમને પણ દેશ માટે કંઇક કરવાની ઇચ્છા થાય. પીએમ મોદીએ ગુડ ન્યૂઝ ઇન્ડિયા કાર્યક્રમને જોવા માટે લોકોને અપીલ પણ કરી છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક