ભગવાન કેદારનાથ ધામના કપાટ આજથી ખૂલ્યા
Live TV
-
આજથી એક સપ્તાહ સુધી રાજ્ય સરકાર તરફથી લેસર શૉ નું આયોજન કરવામાં આવશે.
વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ આજથી ખોલી નાખવામાં આવ્યા છે. આજથી ભક્તો કેદારનાથ ભગવાનના દર્શને જશે. આજથી એક સપ્તાહ સુધી રાજ્ય સરકાર તરફથી લેસર શૉ નું આયોજન કરવામાં આવશે. આ પ્રકારનું આયોજન પ્રથમવાર કેદારનાથમાં કરવામાં આવ્યું છે. આયોજનની કેટલીક તસવીરો વહીવટી વિભાગ તરફથી પ્રસારિત કરવામાં આવી હતી. આ લેસર શોમાં ભગવાન શિવ સાથે જોડાયેલી કથાઓનો ઉલ્લેખ કરવામાં આવશે. ઉપરાંત દર્શનાર્થીઓ લેસર શૉ ની સાથે શિવલીલા પણ નિહાળી શકશે. ઉત્તરાખંડના રાજ્યપાલ કે.કે.પોલ અને ઉત્તરાખંડ વિધાનસભા અધ્યક્ષની ઉપસ્થિતિમાં કેદારનાથ ધામના કપાટ ખોલાયા હતા.