પ્રધાનમંત્રીએ જનતાને પીપલ્સ પદ્મ માટે પ્રેરણારૂપ લોકોને નામાંકિત કરવા જણાવ્યું
Live TV
-
દેશમાં શ્રેઠ ગણાતા એવા પદ્મ પુરસ્કાર અંગે ટ્વિટ કરતા આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાને એવા લોકોને પદ્મ પુરસ્કાર માટે નામાંકિત કરવા માટે જણાવ્યું છે કે, જેઓ ભૂમિગત સ્તરે ખરેખર અસાધારણ કાર્ય કરી રહ્યા છે પરંતુ ઓછા જાણીતા છે. ચાલુ વર્ષ 2021 માટે પદ્મ નામાંકન પ્રક્રિયા થોડા દિવસ અગાઉ શરુ કરવામાં આવી હતી જે આગામી 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
પ્રધાનમંત્રીએ આ ટ્વીટમાં કહ્યું કે, “ભારતમાં અનેક પ્રતિભાશાળી લોકો છે, જેઓ ભૂમિગત સ્તરે અસાધારણ કાર્યો કરી રહ્યા છે. ઘણીવાર આપણે તેઓમાંથી ઘણાના કામોના વિશે જાણતા નથી હોતા કે તેમનું કામ જોઈ શકતા નથી. શું તમે એવા કોઈ પ્રેરણાદાયી લોકો વિશે જાણો છો? જો જાણતા હોય તો આપ તેમને પદ્મ પુરસ્કાર માટે નામાંકિત કરી શકો છો. નામાંકન પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે.”
નામાંકિત કરવા માટે https://padmaawards.gov.in વેબસાઈટ પર જવું.
