કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતનાં ત્રણ દિવસીય પ્રવાસે છે. ત્યારે આજે ગૃહમંત્રી અમદાવાદમાં બોપલ ખાતે પુસ્તકાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનુ લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરશે. અમદાવાદનો આ બોપલ વિસ્તાર કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહનાં લોકસભા મત વિસ્તારમાં આવે છે. આ સિવાય તેઓ અમદાવાદ અને આસપાસનાં વિસ્તારમાં જળ વિતરણ યોજના, નવીન કોમ્યુનિટી હોલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા એક વોર્ડનાં કાર્યાલય સહિત અનેક યોજનાઓનુ ઉદ્ધાટન કરશે.
અગત્યનું છે કે, અમિત શાહના હસ્તે આજે અમદાવાદ જિલ્લામાં 1 હજાર 220 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને દસક્રોઈ તાલુકામાં અંદાજે 34.93 કરોડથી વધુ કામોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં થયેલા કુલ 1 હજાર 220 વિકાસ કાર્યોમાં સાણંદ તાલુકાના 1062 કામ, બાવળા તાલુકાના 138 કામ અને દસક્રોઈ તાલુકાના 20 કામનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રુપિયા 32 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત પણ કરશે, તેમજ 7.65 કરોડના નવા વિકાસલક્ષી કાર્યોની જાહેરાત પણ કરશે. આ ઉપરાંત ગ્રામ્ય પ્રજાની સુખાકારીમાં વૃદ્ધિ કરતા અનેકવિધ કામોનું તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી "મુખ્યમંત્રી સડક યોજના" હેઠળ અનેક ગામડાઓમાં નિર્માણ પામનારા રસ્તાઓ અંગેની પણ જાહેરાત કરશે.
