કેન્દ્રિય ગૃહ સચિવે દેશના પર્યટન સ્થળો પર કોરોના સંક્રમણ ઘટાડવા અંગે સમીક્ષા બેઠક યોજી
Live TV
-
દેશમાં કોરોના સંક્રમણનો ઘટાડો થતા લોકો ઉનાળાની મજા માણવા હિલ સ્ટેશન તેમજ અન્ય પર્યટન સ્થળો પર પહોંચ્યા છે. જે અન્વયે કેન્દ્રિય ગૃહ સચિવે કોવિડ-19 વાયરસને ફેલાતો અટકાવવા માટે હિલ સ્ટેશન અને પર્યટન સ્થળો ધરાવતા રાજ્યો દ્વારા લેવામાં આવેલા પગલાંઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન કોવિડ-19 થી જોડાયેલા તમામ પાસાઓની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ દરમિયાન ગોવા, હિમાચલ પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમીલનાડુ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં રસીકરણ વધારવા તેમજ કોરોનાને અટકાવવા અંગેની કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી.
આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ સચિવે જણાવ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેર હજુ ગઈ નથી, તેવામાં પર્યટન સંબંધિત રાજ્યોને કોરોનાના સંક્રમણને રોકવા માટે યોગ્ય નિયંત્રણો રાખવા જણાવ્યું હતું. લોકો યોગ્ય રીતે માસ્ક પહેરે, સામાજીક અંતર રાખે અને કોવિડ-19 નું સંક્રમણ ન ફેલાય તે બાબતોનુ રાજ્યો ધ્યાન રાખવા સૂચનો આપ્યા. આ સાથે જ કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશનાં જે જિલ્લાઓમાં સપ્તાહમાં સંક્રમણનો દર 10 ટકા કે તેનાથી વધારે જોવા મળી રહ્યો છે, તેને ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે. સંબંધિત રાજ્યોને ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને રસીકરણ પર ભાર આપવા વધુમાં જણાવાયું હતું.
