Skip to main content
Settings Settings for Dark

બિહારના દરભંગામાં ડેમ તૂટતા પૂરની સ્થિતિ બની ગંભીર 

Live TV

X
  • બિહારના દરભંગા, સમસ્તીપુર, પશ્ચિમી ચંપારણ અને મુઝફ્ફરપુર જિલ્લાના નવા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશવાથી આ જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે.

    દરભંગામાં ચાર સ્થળો પર તટબંધ તૂટવાના કારણે પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 

    બિહારના નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીએ કહ્યું કે, પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે 603 બોટ કામે લગાડવામાં આવી છે.  પૂરના કારણે અત્યાર સુધીમાં 28 લોકોના મોત થઈ ચૂક્યા છે. પૂર્વી ચંપારણ, પશ્ચિમી ચંપારણ, સીતામઢી અને મધુબની સહિત 10 જિલ્લાઓ પૂરની ઝપટમાં આવી ગયા છે.  પૂર પ્રભાવિત વિસ્તારોમાં રસીકરણની કામગીરી માટે પણ બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply