ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ PM મોદી સાથે કરી શિષ્ટાચાર મુલાકાત
Live TV
-
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓ શુક્રવારે રાત્રે જ દિલ્હી પહોંચી ગયા હતા. તેમણે પ્રધાનમંત્રી સાથે લગભગ એક કલાકની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે, આ માત્ર શિષ્ટાચાર ભેટ હતી.
પ્રધાનમંત્રી બાદ તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. ઉપરાંત તેઓ ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ઉર્જામંત્રી રાજકુમાર સિંહ સાથે પણ શિષ્ટાચાર મુલાકાત કરશે. તેમણે મુખ્યમંત્રી બન્યા પછી પહેલીવાર પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ ડૉ. સુખબીર સિંહ સંધૂ સિવાય કેટલાક અધિકારીઓ પણ હતા.
