Skip to main content
Settings Settings for Dark

કોરોનાના ઘટતાં સંક્રમણ વચ્ચે કેરળમાં સામે આવ્યા ઝીકા વાયરસના 14 કેસ

Live TV

X
  • દેશમાં કોરોના કહેર બાદ કેરળમાં હવે ઝીકા વાયરસ સામે આવી રહ્યો છે. કેરળમાં ઝીકા વાઇરસના અત્યાર સુધીમાં 14 કેસો સામે આવ્યા છે. કેરળની રાજ્ય 
    સરકારે ઝીકા વાઇરસ પર કાબુ મેળવવા નવી કાર્ય યોજના તૈયાર કરી છે. આ સંક્રમિત વ્યક્તિઓ પૈકીના 13 વ્યક્તિઓ એક ખાનગી હોસ્પિટલના સ્વાસ્થ્ય  કર્મીઓ છે. રાજધાની તિરુવનંતપુરમમાં નવા કેસોની પુષ્ટિ થયા બાદ રાજ્યના તમામ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 
    કેરળ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યુ હતુ કે, ઝીકા વાયરસ મળી આવેલા બધા જ વિસ્તારમાં આવશ્યક પગલા લેવામાં આવશે. ઝીકા વાયરસને રોકવા માટે મચ્છરો પર નિયંત્રણ કરવુ સૌથી અસરકારક પગલુ છે. આ વાયરસ ચાર માસની સગર્ભા મહિલાઓને વધુ સંક્રમિત કરી શકે છે. ઝીકા વાયરસની સ્થિતિ પર કેન્દ્ર સરકાર પણ સતત નજર રાખી રહી છે. રાજ્યમાં ગુરુવારે ઝીકા વાયરસના પહેલા કેસની પુષ્ટિ કરવામાં આવી હતી. જેમાં 24 વર્ષની એક સગર્ભા મહિલા આ વાઇરસથી સંક્રમિત મળી આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply