દેશમાં રસીકરણ મહાઅભિયાન પૂર જોશમાં; 37 કરોડ 21 લાખથી પણ વધુ લોકોનું થયું રસીકરણ
Live TV
-
સમગ્ર કોરોના કાળ દરમિયાન સરકારની પરિણામ લક્ષી કામગીરી અને વ્યાપક રસીકરણ અભિયાન થકી દેશમાં હાલ સતત કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 42 હજાર 766 કેસ નોંધાયા છે, જ્યારે 45 હજાર 254 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે. દેશમાં હાલ કુલ સંક્રમણના સક્રીય કેસ 4,55,033 જેટલા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 99 લાખ 33 હજાર 538 જેટલાં લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. તેની સાથે જ દેશમાં કોરોના સામેનો રિક્વરી રેટ પણ વધીને 97.20 ટકા પર પહોંચ્યો છે.
બીજી બાજુ દેશમાં કોરોના રસીકરણ મહાઅભિયાન પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 37 કરોડ 21 લાખથી પણ વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. છેલ્લાં 24 કલાકમાં જ 27 લાખ 86 હજાર થી વધુ લોકોએ કોરોના વિરોધી રસીનો ડોઝ લઈ કોરોના સામે રક્ષિત થયા છે.
