Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય નાણામંત્રીએ જી-20 દેશોના ઉચ્ચ સ્તરીય કર પરિસંવાદમાં ભાગ લીધો

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કર નીતિ અને પર્યાવરણ બદલાવ સંબંધિત જી-20 દેશોના ઉચ્ચ સ્તરીય કર પરિસંવાદમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો. જી - 20 દેશોના નાણામંત્રી અને કેન્દ્રીય બેંક ગવર્નરની ત્રીજી બેઠક પહેલા આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણામંત્રીએ આ બેઠકને સંબોધિત કરતાં કહ્યુ હતું કે, ભારતમાં રાજકોષિય નીતિ વિકલ્પોનો ઉપયોગ વધુ સારા જળ વાયુ પરિવર્તન અને કરમાં છૂટથી સંબંધિત જોગવાઇઓ માટે કરવામાં આવ્યો છે. જેથી અક્ષય સંસાધનોના પ્રયોગને પ્રોત્સાહન મળી શકે. 

    તેમણે આ અવસરે  ભારતમાં પ્રયોગમાં લાવવામાં આવી રહેલ નવાચાર નીતિઓનો ઉલ્લેખ કર્યો હતો. જે અંતર્ગત પર્યાવરણને વધુ સારુ બનાવવાના ઉપાયો કરવામાં આવી રહ્યા છે. તેમણે ભારતનો નવો ઊર્જા નકશો, ડિઝિટલ નવાચાર, સ્વચ્છ ઊર્જા માટે સૌર ગઠબંધન અને ઊર્જાના નવા સ્ત્રોતની પણ ચર્ચા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply