બિહારમાં પૂરની પરિસ્થતિ બની ગંભીર; રાજ્યના 10 જિલ્લા સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત
Live TV
-
દેશમાં એક તરફ જ્યા ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ચોમાસાની રાહ જોવાઇ રહી છે. ત્યારે બીજી બાજુ બિહારના ઉત્તર ભાગમાં ભારે વરસાદના પરિણામે પૂરની સ્થિતિ ગંભીર બની છે. ભારતના પાડોસી દેશ નેપાળના જળ ગ્રહણ વિસ્તારોમાં થયેલ ભારે વરસાદથી નદીઓનુ જળ સ્તર વધી જવાથી બિહારમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેને પગલે રાહતશિબિરો અને સામુહિક રસોઇની સંખ્યા પણ વધારવામાં આવી છે, તેમજ રાહત - બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યા છે. સમસ્તિપુરમાં બૂઢી ગંડક નદીના જળસ્તરે ભયનુ નિશાન પાર કર્યુ છે. જેને પગલે શહેરના વિવિધ વિસ્તારોના કિનારા પર વસેલા પાંચસોથી વધુ ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. પૂરથી કોઈ જાન હાનિ ન થાય તે માટે લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. તો પશ્ચિમી ચંપારણ જિલ્લામાં અનેક ડેમ તૂટી ગયા છે.
આ વિસ્તારોમાં NDRF અને SDRFની 12 ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.
