પ્રધાનમંત્રીએ દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને લઇને ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
Live TV
-
સમગ્ર દેશમાં પીએમ કેર્સ દ્વારા 1500 જેટલાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યાં છે.. જે પૈકી 850 જેટલાં ઓક્સિજન પ્લાન્ટ DRDO દ્વારા લગાવવામાં આવી રહ્યાં છે.
દેશમાં કોરોનાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યાં છે.. ત્યારે આજે પ્રધાનમંત્રી મોદીએ દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈને ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.. મહત્વ પૂર્ણ છે કે, સમગ્ર દેશમાં પીએમ કેર્સ દ્વારા 1500 જેટલાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યાં છે.. જે પૈકી 850 જેટલાં ઓક્સિજન પ્લાન્ટ DRDO દ્વારા લગાવવામાં આવી રહ્યાં છે.. ત્યારે દુરસુદૂર અને છેવાડાના ગામોમાં ઓક્સિજનની અછત ઉભી ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે.. આ ઓક્સિજન પ્લાન્ટ ન માત્ર કોરોના મહામારી માટે છે પરંતુ અન્ય આરોગ્ય સંબંધીત બિમારીઓ માટે પણ ખુબ ઉપયોગ કારક અને ફાયદાકારક નીવડશે.
