પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી જમ્મુ-કાશ્મીરના રાજકીય આગેવાનો સાથેની સર્વદળીય બેઠક થઈ પૂરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીરના આગેવાનો સાથે યોજાયેલી સર્વદળીય બેઠક હમણાં જ પૂરી થઇ છે. હવે કદાચ કોઈ મહત્વની જાહેરાત થાય તેવી શકયતાઓ છે. આ સર્વપક્ષ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહઅને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નેર મનોજ સિંહા હાજર રહ્યા હતા.જ્ય્રારે તેમાં ભાગ લેનાર રાજકીય આગેવાનોમાં નેશનલ કોન્ફરન્સના ડોક્ટર ફારુખ અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા, પીડીપીના મેહબૂબા મુફ્તી, કોંગ્રસેના ગુલામનબી આઝાદ, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોનનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરના ભાજપ પ્રદેશ પ્રમુખ રવીન્દર રઈના પણ આ બેઠકમાં જોડાયા હતા. બંધારણની કલમ ૩૭૦ કલમને પાંચમી ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ રદ ઠેરવ્યા બાદ આ પહેલી સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી.
