પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભવિષ્યના વિઝન સાથે ચાલી રહી છે સરકાર, ત્રીજા કાર્યકાળમાં લેવાશે મહત્વના નિર્ણય
Live TV
-
ET Now Global Summit ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં એક દાયકાની ઉપલબ્ધિઓને દેશની સામે પ્રસ્તુત કરી હતી અને તે સાથે જ ભવિષ્યનું વિઝન પણ બતાવ્યું હતુ
પ્રધાનમંત્રીએ દાવોસ સાથે વિશ્વના અન્ય મંચ પર ભારતના દબદબાની વાત રજુ કરી હતી. તેમણે કહ્યું કે આ ભારતનો એ સમય છે, જ્યારે દેશ પોતાને સદીઓ માટે મજબુત બનાવે છે.
પ્રધાનમંત્રીએ સ્વચ્છ શાસન અને ટેકનોલોજીની મદદથી દેશના ભંડારમાં થઇ રહેલી વિક્રમી બચતનો ઉલ્લેખ પણ કર્યો હતો. સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસની સરકારમાં 10 કરોડ નકલી લાભાર્થી માત્ર કાગળ પર હતા. જેમને દુર કરીને સરકારે દેશના ત્રણ લાખ કરોડ રૂપિયા ખોટા લોકોના હાથમાં જતા અટકાવ્યા છે. પ્રધાનમંત્રીએ વર્ષ 2014 પહેલાં ગરીબી દુર કરવાના નામે ચાલતી ઇન્ડસ્ટ્રીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોતના ત્રીજા કાર્યકાળમાં હજુ વઘારે આકરા નિર્ણય લેવાનુ પણ જણા્વ્યું હતું