સંસદના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ, રામ મંદિર પર બંને ગૃહમાં સરકાર રજૂ કરશે પ્રસ્તાવ
Live TV
-
રાજ્યસભામાં આજે શ્વેતપત્ર પર થશે ચર્ચા
સંસદના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે, આજે સરકાર સંસદના બંને ગૃહમાં રામ મંદિર અંગે વિશેષ પ્રસ્તાવ રજુ કરશે.
લોકસભામાં ભાજપના સાંસદ સત્યપાલ સિંહ, પ્રતાપ ચંદ્ર સારંગી અને સંતોષ પાંડે પ્રસ્તાવ રજુ કરશે.જ્યારે રાજ્ય-સભામાં BJP સાંસદ કે લક્ષ્મણ, સુધાંશુ ત્રિવેદી, અને રાકેશ સિન્હા પ્રસ્તાવ રજુ કરશે. રામ મંદિરના પ્રસ્તાવને ધ્યાનમા લઇને,, ભારતીય જનતા પાર્ટીએ, પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યો છે.
સાથે જ રાજ્યસભામાં સરકાર દ્વારા લવાયેલા શ્વેત પત્ર અંગે પણ ચર્ચા થશે. સુશીલ કુમાર મોદી, પ્રકાશ જાવડેકર અને બૃજલાલ પાંડે આ અંગે પ્રસ્તાવ રજુ કરશે.