પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
Live TV
-
કેન્દ્ર સરકારનાં મુખ્ય કાર્યક્રમ ડિજિટલ ઈન્ડિયાને આજે 6 વર્ષ પૂર્ણ થયા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહત્વકાંક્ષી કાર્યક્રમનો 1 જુલાઈ 2015માં શુભારંભ કર્યો હતો.
કેન્દ્ર સરકારનાં મુખ્ય કાર્યક્રમ ડિજિટલ ઈન્ડિયાને આજે 6 વર્ષ પૂર્ણ થયા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહત્વકાંક્ષી કાર્યક્રમનો 1 જુલાઈ 2015માં શુભારંભ કર્યો હતો...કાર્યક્રમનો લક્ષ્ય ભારતને ડિજિટલ રૂપમાં સક્ષમ અને જ્ઞાન આધારીત વ્યવસ્થા ઉભી કરવાનો હતો..ત્યારે આજે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમને 6 વર્ષ પૂર્ણ થવાના પર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિઓ કોન્ફરેન્સના માધ્યમથી ડિજિટલ ઈન્ડિયાનાં લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો..ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે આ કાર્યક્રમનુ આયોજન કર્યુ છે જેમાં ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા..પ્રધાનમંત્રીએ દેશનાં અલગ અલગ રાજ્યોના લાભાર્થીઓ સાથે સંવાદમાં જણાવ્યુ હતુ કે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ સરકારી સેવાઓને સરળ બનાવવી અને સરકારને નાગરિકોની નજીક લાવવાનો, લોકોને સશક્ત બનાવવાનો તેમજ નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય છે..ગામડાઓમાં સારી ઈન્ટરનેટ કનેક્ટીવીટી મળે તેના માટે કોમન સર્વીસ સેન્ટર બનાવાઈ રહ્યા છે, બીજી તરફ ભણતરને ડિજિટલ થવુ એ સમયની માંગ રહી છે, ડીજીટલ ઈન્ડિયાનો સૌથી સારૂ ઉદાહરણ ડી.જી લોકર છે..વન નેશન વન રેશન યોજનામાં લાખો લોકો લાભ મેળવી રહ્યા છે.. ભીમ યુ.પી.આઈનો લાભ દેશનાં લોકો લોકો લઈ રહ્યા છે..કોરોના કાળમાં જે ડિજિટલ સોલ્યુશન ભારતે તૈયાર કર્યા છે તે આજે વિશ્વમાં ચર્ચાનો વિષય અને આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે..વિશ્વનાં સૌથી મોટા ડિજિટસ કોન્ટેક્ટ ટ્રેસીંગ એપમાંથી એક આરોગ્ય સેતુથી કોરોના સંક્રમણને રોકવામાં ખૂબ મદદ મળી છે..તેમજ રસીકરણ માટેની કોવિડ એપમાં પણ આજે વિશ્વનાં અનેક દેશ રસ દાખવી રહ્યા છે.
