Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે PM મોદીએ IMAના કાર્યક્રમમાં ડોક્ટરોને સંબોધન કર્યું

Live TV

X
  • આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ ડોક્ટરોને સંબોધન કર્યુ હતું અને નેશનલ ડોક્ટર્સ ડેની અનેક શુભેચ્છાઓ આપી હતી.

    આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ ડોક્ટરોને સંબોધન કર્યુ હતું અને નેશનલ ડોક્ટર્સ ડેની અનેક શુભેચ્છાઓ આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, કોવિડ-19 સામે લડવા માટેના ડોક્ટર્સના પ્રયાસ પર મને ગર્વ છે. તેમણે ડોક્ટરોના કામનાં વખાણ કરતાં જણાવ્યુ હતુ કે ડોક્ટર એ ઈશ્વરનું બીજું રુપ છે. દેશના ડોક્ટરોએ કોરોનાકાળમાં દેશવાસીઓની દિવસ-રાત સેવા કરી છે. 

    ડોક્ટર દિવસ નિમિત્તે કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ ક્રેડિટ ગેરંટી યોજનાની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, આ વર્ષે આરોગ્ય ક્ષેત્ર માટે બજેટની ફાળવણી 2 લાખ કરોડ રૂપિયાથી વધુની થઈ છે. હવે જ્યાં આરોગ્ય સુવિધાઓનો અભાવ છે એવા ક્ષેત્રોમાં આરોગ્યના માળખાને મજબૂત કરવા માટે રૂ. 50 હજાર કરોડની ક્રેડિટ ગેરંટી યોજના અમે લાવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014 સુધી દેશમાં ફક્ત 6 એઈમ્સ હોસ્પિટલો હતી. છેલ્લા 7 વર્ષમાં 15 નવા એઈમ્સનું કામ શરૂ થયું છે. મેડિકલ કોલેજોની સંખ્યામાં પણ લગભગ દોઢ ગણો વધારો થયો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply