દેશમાં આજથી વન મહોત્સવની શરૂઆત: વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વૃક્ષ વાવ્યું
Live TV
-
દેશમાં આજથી વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે તેમના નિવાસસ્થાને પારિજાતનું વૃક્ષ વાવીને આજથી વન મહોત્સવની ઉજવણીનો શુભારંભ કર્યો હતો.
પ્રકાશ જાવડેકરે આ નિમિત્તે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નેતૃત્વમાં ગત સાત વર્ષોમાં 15,000 સ્કેવર કિલોમીટરથી વધારે વૃક્ષ સંપદા વધી છે. ભારતે પેરિસ સમજૂતી અંતર્ગત લક્ષ્ય નિર્ધાયું છે કે, આપણે ભવિષ્યની પેઢી માટે ઉત્તમ અને સ્વચ્છ વાતાવરણની ભેટ આપીશું.
