ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ તરીકે એર માર્શલ રામ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો
Live TV
-
એર માર્શલ રામ ચૌધરી 1982માં ભારતીય વાયુસેનામાં હતા અને ત્યારથી વાયુસેનામાં વિવિધ મોરચે કામ કરી રહ્યા છે.
એર માર્શલ રામ ચૌધરી 1982માં ભારતીય વાયુસેનામાં જોડાયા હતા અને ત્યારથી વાયુસેનામાં વિવિધ મોરચે કામ કરી રહ્યા છે. એર માર્શલ રામ ચૌધરી 3800 કલાકથી પણ વધુ સમય સુધીનો ફાઈટર પ્લેન ઉડાવવાનો અનુભવ ધરાવે છે. આ અનુભવમાં ફાઈટર પ્લેનની સાથે મિશન દરમ્યાનની ઉડાનો પણ છે જેમાં ઓપરેશન મેઘદૂત અને ઓપરેશન સફેદ સાગરનો સમાવેશ થાય છે.
એર માર્શલ રામ ચૌધરી નેશનલ ડિફેન્સ એકેડમી અને ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગટનના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ રહી ચુક્યા છે.
ઈન્ડિયન એર ફોર્સમાં પોતાના અત્યાર સુધીના કાર્યકાળમાં એર માર્શલ રામ ચૌધરીએ ફ્રંટલાઈન ફાઈટર સ્કોડ્રન અને ફાઈટર બેઝના કમાન્ડિંગ ઓફિસર તરીકે કામ કર્યું છે.
