મોનસુન અપડેટઃ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દેશના મોટાભાગના વિસ્તારોમાં પહોંચ્યું
Live TV
-
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબના કેટલકા વિસ્તારો સિવાય દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દેશના મોટા ભાગના વિસ્તારોમાં પહોંચી ચુક્યું છે. જો કે, 7 જુલાઈ સુધી દેશના બાકી રહેલા વિસ્તારોમાં ચોમાસું નહી પહોંચે
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબના કેટલકા વિસ્તારો સિવાય દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દેશના મોટા ભાગના વિસ્તારોમાં પહોંચી ચુક્યું છે. જો કે, 7 જુલાઈ સુધી દેશના બાકી રહેલા વિસ્તારોમાં ચોમાસું નહી પહોંચે
દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પોતાની ઉત્તર ભારતની સીમાને પાર કરતું આગળ વધી રહ્યુ છે જેમાં બાડમેર, ભિલવાડા, ધોળપુર, અલીગઢ, મેરઠ, અંબાલા અને અમૃતસર સુધી ચોમાસુ પહોંચી ચુક્યું છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવતા લૉ પ્રેશરની ગેરહાજરીના કારણે 19 જૂન બાદથી ચોમાસાની ગતિમાં કોઈ વધારો થયો નથી.
દેશના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે આગળના ચોમાસાની આગાહી કરતાં જણાવ્યું હતું કે, હવે 7 જુલાઈ સુધી દેશના બાકીના વિસ્તારો રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં કોઈ પ્રકારની ચોમાસાની અસરો જોવા નહી મળે. આ સાથે મંત્રાલયે જણાવ્યુ છે કે આ સિઝનનો અત્યાર સુધી કુલ વરસાદ 10 ટકા સુધી નોંધાયો છે જે સામાન્ય છે. આ વરસાદ ગયા વર્ષના અત્યારના સમય સુધીના વરસાદથી ઓછો છે. ગયા વર્ષે આ સમયમાં 18.29 સેમી વરસાદ નોંધાયો હતો.